એક મધુર યાદ ૭
મારા જીવનનની , કારકિર્દી ની શરૂઆત
બડાબજારની દુકાન – બીડી પત્તાની દુકાનથી થઈ હતી….ઘણું શીખવા મળ્યું.
જંગલમાં જઈ આવ્યો….purchasing dept સંભાળવા લાગ્યો….. ખર્ચો વધારે અને આવક ઓછી ને કારણે દિવસો હંમેશ
ટેન્શનમાં જ પસાર થતા. એકની ટોપી બીજાને અને બીજાની ટોપી ત્રીજાને ..આ રીતે ચાલતું હતું….કપરા સમયમાં દુકાનને સંભાળવી અને વગર પૈસાએ માલ લાવવામાં તકલીફ થતી હતી….ચાલ્યુ….. કોઈનો દોષ નહોતો….નસીબનો જ દોષ હતો… આસ્તે આસ્તે સીડી ચડવા લાગ્યા.
ત્યારે આવક માટે બીજી દુકાન સોપારીની હતી…. ખર્ચ વગેરેમાં કાપ , અને બીજા પ્રયત્નો થી દુકાન ચાલવા લાગી. જોઈન્ટ ફેમિલી હોવાથી સૌને અસંતોષ રહેતો જ.
પણ બીજો કોઈ રસ્તો નહોતો….
સફળતાનો પાઘડી બંધાવવા સૌ તૈયાર હોય છે પણ અસફળતા નો ટોપલો
ઉપાડવા કોઈ આગળ આવતું નથી….
લોકો સાથે સંબંધો વધવા લાગ્યા. આત્મવિશ્વાસ વધવા લાગ્યો….
પરિસ્થિતિને હિસાબે લગ્ન કરવાથી ડરતો હતો. પણ ઈચ્છા પણ હતી. સ્વાભાવિક છે. ૧૯૬૩ થી ૧૯૭૧ સુધીમાં ૫ ભાઈઓના
લગ્ન થઈ ગયા. ખર્ચાઓ ખૂબ વધી ગયા.
નવા ઘરો , લગ્નો નો ખર્ચ, સંસાર ચલાવવાનો ખર્ચ આ બધાને કારણે તકલીફો વધી ગઈ હતી. ૧૯૭૫ માં મારા લગ્ન થયા. બીડીપત્તાની દુકાનમાં અમે ૩ ભાઈઓ બેસતા હતા. અને સોપારી ની દુકાનમાં ૩ ભાઈઓ બેસતા હતા….બીડી પત્તાની દુકાનમાં પૈસાની ખૂબ જ તકલીફ હતી.
છેલ્લે દાગીનો ગીરવે મુકવાનું નક્કી થયું.
મારા લગ્ન પછી માત્ર બે વર્ષમાં , અમારા ત્રણ ભાઈઓના દાગીના ગીરવે મુકાણા. લગ્ન પછી માત્ર બે વર્ષમાં જ પોતાના દાગીના ગીરવે મુકાય તે એક સ્ત્રી માટે કેવો હૃદયને- તેના સપના ઓને તોડી નાખનારો પ્રસંગ કહેવાય તે કલ્પી શકો છો…
છતાં મારી પત્નીએ એક વાર પણ ના ન પાડી અને દાગીનો આપી દીધો…..
મેં એ વખતે નિર્ણય કર્યો હતો જેટલો જલ્દી બની શકે એટલી જલ્દી આ દાગીનો
છોડાવવાનો….
આ પૈસાથી દુકાનને નવેસરથી ચલાવવાના
પ્રયત્નો શરૂ થયા. ઉધાર આપવાનું બંધ કર્યુ. રોકડે વ્યાજ કાપીને પત્તુ ખરીદવાનું અને એ પ્રમાણે રોકડે જ વેચવાનું…
દુકાન ચાલવા લાગી. આત્મવિશ્વાસ વધતો
ગયો. દરેક ઘરના ખર્ચ બાંધી દેવામાં આવ્યા.આ રીતે ૧૯૮૧ સુધી ચાલ્યા પછી
અમારી એક નવી સોપારીની દુકાનનું opening થયું થિયેટર રોડ A. C. MKT
માં..૧૯૮૧ થી ૧૯૯૮ સુધી આ દુકાનમાં
હું રહ્યો તે મારા જીવનનો આત્મવિશ્વાસને
વધારનારો શ્રેષ્ઠ સમય હતો. ત્યાંની દુકાન
સારી ચાલવા લાગી….ત્યાં ની આવકની બચત માંથી દાગીનો પણ છોડાવ્યો..
આ દરમ્યાન MULLICK ST ની દુકાનમાં કુટુંબની નવી પ્રજાએ બેસવાનું શરૂ કરતાં દખા શરૂ થયા…..
ભાઈઓના છોકરાવ કોઈ લાબું ભણ્યા નહોતા એટલે સારી નોકરી પણ મળે એવું નહોતું .. .સૌ દુકાનમાં જ આવવાની ઈચ્છા રાખતા હતા ! અમે છ ભાઈઓ અને ભાઈઓના સાત પુત્રો એમ બધા મળીને કુલ 13 જણ અને દુકાન માત્ર 3…કેવી રીતે કોણ ક્યાં બેસે ?……. આ બધા દખાને કારણે બીડી પત્તા અને A.C. MKT ની દુકાન વેચાઈ ગયી .ખુબજ જમેલા થયા. મનદુઃખ થયા. પંચ માં ફેસલા થયા. એક બીજા ઉપર દોષ અને આરોપો થયા. જીવન જીવવું મુશ્કિલ થઈ ગયું…..
જે રોકડા રૂપિયા હાથમાં આવ્યા તે ટુકડે ટુકડે આવતા હોવાથી નવો ધંધો થાય એમ નહોતો… પૈસા પણ વેડફાઈ ગયા…..જેને જેવો સ્વાર્થ હતો એ પ્રમાણે સૌએ વ્યવહાર રાખ્યો. સંબંધો ખાટા થઇ ગયા.
આ દરમ્યાન એક પછી અમે જે છ ભાઈઓ જીવીત અને સાથે હતા તેમાંથી પાંચે મોટા ભાઈઓ એક પછી એક મૃત્યું પામ્યા. સૌથી મોટા ભાઈ જે પહેલેથી જ અલગ હતા તેમનો તો પહેલા જ સ્વર્ગવાસ થઈ ગયો હતો….. .
૧૯૯૮ થી ૨૦૦૮ સુધીના દિવસો ખુબજ
ભયાનક વીત્યા. કોઈ આવક નહી . દીકરીના લગ્ન , અને ચાર વર્ષ પછી જમાઈનું BIKE ACCIDENT માં મોત.
જમાઈના મોત પછી વેવાઈ લોકોનો દીકરી પ્રત્યે ખરાબ વ્યવહાર ! અને ત્યારે નક્કી કરીને દીકરીને ચાર વર્ષના બાળક સાથે પાછી લઈ આવ્યા . આ દરમ્યાન જ શેર MKT માં મોટી ખોટ , મારુ DEPRESSIONમાં આવી જવું….છ મહિનામાં 15 KG વજન ગુમાવી દેવું….. આ બધી તકલીફો એક સાથે જ આવી .ખુબજ ભયંકર દિવસો હતા…એ !..આપઘાત કરવા સુધીના વિચારો આવતા હતા….. મારી ઉંમર ૫૦
પાર થવાથી કોઈ નોકરી પણ મળતી નહોતી….કરવું શુ ?…. ત્યારે
બીડીપત્તાના એક મિત્ર ને કારણે ૨૦૦૮ માં
મહાજન વાડી માં નોકરી મળી…4500/-
પગાર લેખે. દીકરો પણ નોકરી કરતો હતો.
દીકરો લગ્ન પછી નાગપુર settle થઈ ગયો
હતો….
લોહાણા મહાજન વાડી માં 5/ 6 વર્ષ નોકરી કરી તેમાં અને A. C. MKTની દુકાન દરમ્યાન ઘણા ખાટા મીઠાં અને રસપ્રદ અનુભવો થયા….જે હવે પછી…
.





